આવતી પરિસ્થિતિ સામે તમારો ગમો - અણગમો જાહેર કરી મનને સંઘર્ષમાં - તણાવમાં ઉતારશો નહી. તરત જ એક જબરી ક્રાંતિ થશે. મનની પર રહેલ સત્ય અનુભવી શકશો.
સત્યનો કોઈ માર્ગ નથી, સત્ય તો છે જીંદગી.
તમે તમારા ક્રોધથી ભય પામો નહી, વાસનાથી ગભરાશો નહિ, તમારા જીવનની વાસ્તવિકતાથી વિમુખ થશો નહી , પણ આ કામ, ક્રોધ, ઈચ્છા, દુખ, સુખ સૌની સાથે જ જીવો. તેને બરોબર બારીકાઈથી સમજો. તેને સુધારવા માટે પ્રયત્ન કરશો જ નહિ.
આપણા નિત્ય જીવનની સાથે સંઘર્ષ કર્યા વિના જીવવું - સ્વીકાર કરીને જીવવું - તેને સમજવું એ જ સત્ય છે, આત્માની ઓળખ છે.
તમારા ભૂતકાળના અનુભવો, ડહાપણ કે ધર્મની આજ્ઞાઓનો આધાર લઇ તમારા જીવનમાં બનતી ઘટનાઓ ને મૂલવશો નહી, જે છે તેને સ્વીકારી લો, જેવા છો તેવા જ રહો. પણ જાગ્રત રહો. આ સર્વ પ્રત્યે તેને સમજો - સુધારો નહિ. આમ કરવાથી સરળતા આવશે મન ધીમે ધીમે પોતાનો અહંકાર ગુમાવશે.
મનના ચાર પ્રકાર
૧.બાહ્ય મન
૨.આંતરિક મન
૩.અર્ધજાગ્રત મન
૪.અવચેતન મન -સ્વપ્ન
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment