Saturday, April 10, 2010

rugved sutra

પરમાત્માએ સરિતાને પ્રવાહિત કરી છે,
એમનો પ્રવાહ કદી થંભતો નથી.
વહેવાનો થાક તે શું એ કદી જાણતી નથી.
એ તો એમ જ સપાટાબંધ વહે છે
જેમ પક્ષીઓ આકાશમાં ઉડે છે.
પ્રભુ , મારા જીવનની ધારા
સદધર્મની સરિતામાં જઈને મળો.
મને બદ્ધ કરનારા ભયનું હરેક બંધન ઢીલું પડો.
મારા પ્રેમ અને આનંદની દોર
ત્યારે ના તૂટો જયારે હું ગાતો હોઉં
અને મારું કાર્ય પરિપૂર્ણ થતાં સુધી અંત ન પામો.

ઋગ્વેદ, ૧૧/૨૮

No comments:

Post a Comment