ગાઢ નિદ્રામાં આપણું અચેતન મન પણ વિલીન થઇ જાય છે. મનની આ શાંતિ - ફક્ત ૨૦ થી ૨૫ મીનીટની આપણને બીજા દિવસના કાર્ય માટે તૈયાર અને તત્પર બનાવી દે છે.
મનુષ્યની સાચી નિદ્રાની જરૂરિયાત ફક્ત અડધાથી પોણા કલાકની જ હોય છે. બાકીનો સમય તો મનની અતૃપ્ત ઈચ્છા અને વાસનાઓને મૂર્ત કરવાના સ્વપ્ન ઘડવામાં જ જાય છે.
સૂર્યોદય પહેલા સ્નાન કરી લેનારને કદી બી. પી. ના રોગ થતા નથી.
જીવનની કોઇપણ ક્રિયા સજાગ બનીને કરજો. એની મેળે વિચાર અદ્રશ્ય થઇ જશે, ધ્યાન થઇ જશે.
મન સ્વભાવત : નિર્વિકારી છે, શુદ્ધ છે, બુદ્ધ છે, સત , ચિત અને આનંદનું બીજું નામ છે. પણ આપણી ઇન્દ્રિયો અને સ્મૃતીસભર બુદ્ધિ તેને વારંવાર હડસેલો મારી નવા નવા વિચારો આપ્યા જ કરે છે. અને મન સતત તેને ફેંકી દીધા કરે છે.
મન તો સ્ફટિકમણી છે.
કઈ પણ બુરું કામ ના કરવું - શીલ
સારું હોય તેનું આચરણ કરવું- પ્રજ્ઞા
પોતાના મનને શુદ્ધ કરવું.- ધ્યાન
મનને જયારે ઓળખી લઇ તેવું અનુભવીએ ત્યારે આ ત્રણે આજ્ઞાનો અર્થ રહેતો નથી.
'સ્વ'ને મન તરીકે સમજવામાં આવે છે ત્યારે પણ તે કદીય બુરાઈ, કલેશ કે કર્મથી લેપાતું નથી અને ખરેખર દરેક વિચાર પણ પ્રજ્ઞાનો જ અંશ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment